વડગામ નિવાસી રાવલ પરિવારના ભૂદેવ પુત્ર એજરૂરિયાતમંદ ગરીબોને તિથિ ભોજન પ્રસાદ આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

13 મોજ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ નિવાસી રાવલ પરિવારના ભૂદેવ પુત્ર એ પિતાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી પાઠ, અબોલ પશુઓને ઘાસચારો- દૂધ રોટલી નો આહાર, તેમજ જરૂરિયાતમંદ ગરીબોને તિથિ ભોજન પ્રસાદ આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. માતા-પિતા ઈશ્વરનું એક રૂપ છે. તેમના આશીર્વાદમાં જ સંસાર છે. તેઓની હાજરી એ જ આપણા જીવનમાં અનેક દુઃખો દૂર કરવાની ક્ષમતા સાથે જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડતા હોય છે. પણ જ્યારે ઘરના મોભી વ્યક્તિ પિતાની હાજરી પરિવારમાં નથી હોતી ત્યારે અનેક દુઃખનો સામનો કરવો પડતો હોય છે. પિતા એ પુત્રના જીવનમાં એક ઢાલ સમાન હોય છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી. પિતા સ્વરૂપે સર્જનહારને જોયા હતા. હિન્દુ ધર્મમાં જ્યારે ઘરના કોઈ મોભી વ્યક્તિ મૃત્યુ પામતા હોય છે. ત્યારબાદ થતી મરણક્રિયા બેસણા અને બારમાની પ્રથા હોય છે. પરંતુ પરિવારના બીજા સભ્યો દ્વારા તેમની યાદમાં આવતી તિથિ પ્રમાણે દાન-પુણ્ય કરતા આવ્યા છે.વડગામ નિવાસી સ્વ. રમેશભાઈ કેશવલાલ રાવલના બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના ધર્મ પત્ની મુક્તાબેન રાવલ દ્વારા પતિની યાદમાં ગાયત્રી પરિવારની મહિલાઓ દ્વારા ગાયત્રી પાઠ તેમજ તેમના પુત્ર વાસુ રાવલ પિતાની યાદમાં શ્રી કરુણા ફાઉન્ડેશન જીવ સેવા એ જ પ્રભુ સેવા દ્વારા ગૌ માતાને ઘાસ અને અબોલ પશુઓને દૂધ રોટલી આહાર આપીને તેમજ પાલનપુરમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથ દ્વારા જરૂરિયાતમંદ ગરીબોને અને ભૂખ્યાઓને ભોજન પ્રસાદ ઘી સાથે પૌષ્ટિક, સાત્વિક, કઢી ખીચડી નું ભોજન આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




