વિદ્યાર્થીઓને IELTS અને TOFEL પરીક્ષા કઈ રીતે પાસ કરવી તે અંગેનું સેમિનાર યોજાયો

14 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાની તકો વિશે તેમજ IELTS અને TOFEL વગેરે જેવી અંગ્રેજી ભાષા કૌશલ્યની પરીક્ષામાં કઈ રીતે
સફળતા મેળવી શકાય તે અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કોલેજના આચાર્ય શ્રી ડો. રાધાબેન પટેલે વિદ્યાર્થીઓને સેમિનારની ઉપયોગીતા વિશે માહિતગાર કર્યા. ડો. સોહનભાઈ દવેએ વિદ્યાર્થીઓને સેમેસ્ટર 7 અને 8 સંદર્ભે માહિતી આપી. કોલેજના વાઇસ પ્રિન્સિપલ ડો. મિહિરભાઈ દવે સાહેબે મહેમાનોનો પરિચય કરાવ્યો અને સાંપ્રત સમયમાં વિદેશ અભ્યાસ અર્થે જવા માટે ક્યાં ક્યાં તકો રહેલી છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી. સદર સેમીનારના મુખ્ય તજજ્ઞ એવા રાવલ સ્પોકન ઇંગલિશ એકેડેમી ના શ્રી વિપુલભાઈ રાવલે વિદ્યાર્થીઓને IELTS અને TOFEL પરીક્ષા કઈ રીતે પાસ કરાય તેની તૈયારી કઈ રીતે કરી શકાય તે વિશે તલસ્પર્શી માહિતી આપી. વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની જીજ્ઞાસાને સંતોષી. ડો. નૈલેશભાઈ પટેલે આભાર વિધિ કરી. ડો. રાધાબેન પટેલ તેમજ ડો. મિહિરભાઈ દવે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યા. કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર 6 ની વિદ્યાર્થીની હિમાની શ્રીમાળી તેમજ ધવલ ગોસ્વામી એ કર્યું હતું.








