કાલોલ શહેરના નન્ને રોઝેદાર હુરેન ફાતેમા એ પાંચ વર્ષની ઉંમરે પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી.

તારીખ ૧૪/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પવિત્ર રમજાન માસની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોઝેદારો આકરી ગરમીમાં વહેલી સવારે શહેરી કરી ૧૩ કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી નમાજ ઈબાદત કરી પવિત્ર રમઝાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસો સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે કાલોલ સ્થિત કાનાવાગા ખાતે રહેતા રમીઝ રફીકભાઇ વાઘેલા ની દીકરી હુરેન ફાતેમા એ જીંદગી નો પ્રથમ રોજો પાંચ વર્ષ ની નાની ઉંમરમાં પ્રથમ વખત પ્રથમ રોઝો રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પિતા રમીઝભાઇ અને મમ્મી જમીલા પોતાની નાની બાળ રોઝેદારને દુવાઓ સાથે શુભેચ્છા આપી અભિનંદન પાઠવી દીકરી માટે દુવા માગી હતી જ્યાં પવિત્ર રમઝાન મુબારક માસમાં બાળ રાઝેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દાદા દાદી સહિત નાના-નાની અને મામા સાથે સમગ્ર પરીવારે શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા તેમજ ૧૩ કલાક કરતાં વધારે સમય માટે આટલી કાગજાળ ગરમીમાં રોઝો રાખી ભારત દેશ સહિત વિશ્વ-ભરમાં કાયમી ચેનસુકૂન-શાંતિ અને સલામતી માટેની ખાશ દુવા કરી હતી.






