
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૧૪ માર્ચ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા રાજય કારોબારીમાં રાજય સંગઠનને વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.
તે પૈકી કચ્છ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના પ્રશ્નો અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી અને મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા માન. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને માન. શિક્ષણ મંત્રી(રાજય કક્ષા) રીવાબા જાડેજાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.જેમાં શિક્ષક-કર્મચારીઓના વિવિધ સેવાકીય તથા વહીવટી પ્રશ્નો અન્વયે મુખ્યત્વે 6 વિભાગ પૈકી ૧) પેન્શન અને નિવૃત્તિ સંબંધિત મુદ્દાઓ
(૨) આરોગ્ય અને વીમા સંબંધિત મુદ્દાઓ
(૩) ભથ્થાં અને આર્થિક લાભ સંબંધિત મુદ્દાઓ (૪) શહેર વિકાસ સંબંધિત મુદ્દો
(૫) રજા અને સેવાકીય મુદ્દાઓ
(૬) આરોગ્ય / વીમા મુદ્દાઓ અન્વયે કુલ ૫૪ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા અને રાજય સંગઠનની રજુઆતને કચ્છ જિલ્લાના શિક્ષકો વતિ રાજય પ્રતિનિધિ રામસંગજી જાડેજા,સૌરાષ્ટ્ર સંભાગ સંગઠનમંત્રી રમેશભાઈ ગાગલ,મહિલા સહ સંગઠન મંત્રી રાખીબેન રાઠોડ,જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ,સંગઠનમંત્રી રમેશભાઈ મઢવી,વરિષ્ઠ ઉપાધ્યક્ષ બળવંતભાઈ છાંગા,ભરતભાઇ ધરજીયા,મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા અને મહિલા સહ મંત્રી બીનાકાબેન ગોસ્વામી એ આવકારી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહની યાદીમાં જણાવાયું હતું.





