તેરવાડા જિલ્લા પંચાયત સીટની તેરવાડા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
ઓગડ તાલુકાના તેરવાડા જિલ્લા પંચાયત સીટ ના ૨૦૦ થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા..હરદાસજી ઠાકોર તેરવાડા...

તેરવાડા જિલ્લા પંચાયત સીટની તેરવાડા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
—————————————
ઓગડ તાલુકાના તેરવાડા જિલ્લા પંચાયત સીટ ના ૨૦૦ થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા..હરદાસજી ઠાકોર તેરવાડા…
—————————————
ઓગડ તાલુકાના જ્યાં ચેહર માતાજીના બેસણા છે તેવી તેરવાડાની પાવન ધરતીમા આવેલ સરપંચ હરદાસજી ઠાકોરના ફાર્મ હાઉસ ખાતે બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બ. કાં.જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર,પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,હરગોવનભાઈ શિરવાડીયા,થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસબેંક પાલનપુરના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,મહામંત્રી અમરસિંહ સોલંકી,રમેશભાઈ જોષી, હંસપુરી ગૌસ્વામી,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી સહીત ભાજપા ના હોદ્દેદારો,સિનિયર પદાધિકારીઓની ઉપસ્થિતમા તેરવાડા જિલ્લા પંચાયત સીટની મહત્વપૂર્ણ બેઠક અને સંવાદ કાર્યક્રમ તા.૧૪/૦૩/૨૦૨૬ ને શનિવારના રોજ યોજાયેલ. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પૂર્વસરપંચ બાબુજીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી નોટબુકો આપી સન્માન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનો ના પ્રાસંગિક પ્રવચન બાદ ઓગડ તાલુકાના ફતેપુરા ના અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ ઠાકોર નીતાબેન દશરથજી ની આગેવાનીમા કાશીપુરા સરપંચ ઠાકોર ઈશ્વરજી વણાજી, નાથપુરા ના પૂર્વસરપંચ ઠાકોર ચમનજી મોતીજી,નસરતપુરા ડેપ્યુટી સરપંચ ઠાકોર અશોકજી ધારસીજી સહિત રૂવેલ અને તેરવાડા ગામના કોંગ્રેસ સમિતિ ના કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ને ભાજપનો ભગવો ખેસ ધારણ કરતાં કોંગ્રેસ પાર્ટીમાં ભુકંપ સર્જાતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું.આવનારા દિવસો માં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના ચેરમેન તથા બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ ઠાકોર સમાજના યુવાન ચહેરા ઠાકોર દશરથજી ગેમરજી ના ધર્મ પત્ની નીતાબેન ઠાકોર જેઓ કાંકરેજ તાલુકાના કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ રહી ચૂકેલ અને કોંગ્રેસ પાર્ટીમા સેવા આપતા હતા પરંતુ પાર્ટી દ્વારા પોતાના વિસ્તાર માં કામો ન થવાથી કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી આજે ભાજપમાં જોડાયા હતા.આ પ્રસંગે અખાભાઈ ચૌધરી, જોધાભાઈ ચૌધરી, પ્રતાપજી મકવાણા નાથપુરા, વર્ધીજી મકવાણા પાદર, પ્રતાપજી ઠાકોર કંથેરીયા, તેરવાડા પુર્વ સરપંચ બાબુજી ઠાકોર સહિત તેરવાડા જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકર્તા અને પદાધિકારી ઓ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ કાર્યકરો છુટા પડ્યા હતા.કાર્યક્મ નું સંચાલન નચિકેતા સંસ્કાર ધામના નિયામક હસમુખભાઈ ચૌધરી કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







