BHUJGUJARATKUTCH

પ્રાકૃતિક કૃષિ એટલે જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિની સોનેરી દિશા

ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા૧૬ માર્ચ : દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં રહેલા છે સૂક્ષ્મ જીવાણુઓ.

ભુજ  કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે.ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે.ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!