BANASKANTHADEODARGUJARAT

દિયોદરના સોની ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિધાર્થી પર હુમલા થયાની ઘટના સામે આવી છે 

દિયોદરના સોની ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિધાર્થી પર હુમલા થયાની ઘટના સામે આવી છે

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સોની ગામે ગઈકાલે બોર્ડ ની પરીક્ષા નુ પેપર આપી સ્કૂલ ની બહાર આવતા વિધાર્થી ઉપર બે ઈસમોએ છરી વડે હુમલો કર્યો નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈ કાયદા વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉઠ્યા છે

મૂળ ડીસાના નેસડા ગામના મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગઈકાલે સોમવારે બપોરે દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ધોરણ 12માં પેપર આપવા આવ્યો હતો પેપર આપી સ્કૂલ માંથી વિધાર્થી મહેશ ચૌધરી બહાર આવતા નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ નામના બે ઈસમોએ અંગત અદાવતમાં વિધાર્થી મહેશ ચૌધરી પર છરી વડે જાહેરમાં હુમલો કર્યો હતો હુમલામાં મહેશ ચૌધરી ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલસ દ્વારા સારવાર અર્થ દિયોદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હુમલાનો ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી જો કે જાહેરમાં છરી વડે હુમલા ને લઈ કાયદા અને વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉભા થયા છે

ગંભીર બનાવ ને લઈ દિયોદર પોલીસે મોડી સાંજે સોની ગામે દોડી આવી હતી જેમાં હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડનામના બે ઇસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .

Back to top button
error: Content is protected !!