BHACHAUGUJARATKUTCH

મેઘદૂત અને દામિની એપ્લિકેશનનો કૃષિમાં ઉપયોગ અને બદલાતા ખેત આબોહવામાનની પાક ઉત્પાદન પર અસર

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૧૮ માર્ચ : “ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના” અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર કાર્યક્રમનું યોજાયો. આ કાર્યક્રમમાં ૧૦૪ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમને બદલાતા મેઘદૂત અને દામિની એપ્લિકેશન નો કૃષિ માં ઉપયોગ અને બદલાતા ખેત આબોહવામાન ની પાક ઉત્પાદન પર અસર પર ભાર મૂક્યો.મુખ્ય પ્રવચનોમાં ડૉ. નરેન્દ્ર બુંબડીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક, વિભાગીય સંશોધન કેન્દ્રના, ભચાઉ સ.દાં.કૃષિ યુનિવર્સિટીના ફાર્મને લગતી વિસ્તરણ, શિક્ષણ અને સંશોધનની વિસ્તૃત માહિતી આપી. તે સાથે બદલાતા ખેત આબોહવામાનની પાક ઉત્પાદન પર અસર કરતા ઘટકો વિષે વિસ્તૃત સમજ આપેલ હતી. આ ઉપરાંત ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ પર કરવામાં આવ્યું અને ખેડૂતોના મુખ્ય મુદ્દાઓ જેમકે ક્ષારિય જમીનને સુધારણા અને પિયતના પાણીનો કરકસર રૂપે વપરાસ અંગે માર્ગદર્શન આપેલ હતું આપણા વિસ્તારમાં થતા પાકોની નવીનતમ જાતો વિષે ચર્ચા કરી તેનું બિયારણ ક્યાં થી લેવું અને યુનિવર્સિટીના નવા સંશોધન માટેની સમજ આપી હતી. આ પ્રસંગે ડૉ. જીગર જોશી, મદદનીશ પ્રાદ્યાપક, કૃષિ મહાવિદ્યાલય ભુજ –ભચાઉ હવામાન આગાહીની પાક આયોજનમાં ઉપયોગીતા તે સાથે ઓર્ગનિક ખેતીમાં કામ આવતા ઘટકો જેવા જીવામૃત, ઘનજીવામૃત બિયારણ ને પટ આપવાની સમજ આપી. અને શ્રી કુલદીપ સેવક, ટેક ઓફીસરએ મેઘદૂત અને દામિની એપ્લિકેશન નો કૃષિમાં ઉપયોગ કઈ રીતે કરવાનું અને વિભાગીય સંશોધન કેન્દ્રના, ભચાઉ દ્વારા ચાલતા કૃષિ યુનિવર્સિટીઓના સંશોધન અને વિસ્તરણ ગ્રુપમાં જોડાવા માટે ખેડૂતો ને સુચન કરેલ હતું. આ ઉપરાંત અત્રેની કચેરી ખાતે ચાલતી યોજના ગ્રામીણ કૃષિ મૌસમ અંતર્ગત ખેડૂતોને સમયસર અને વૈજ્ઞાનિક આધારિત માર્ગદર્શન મળે તે હેતુથી ગામ અને તાલુકા સ્તરે વોટ્સએપ ગ્રુપોની રચના કરવામાં આવેલ હતી. આ ગ્રુપોમાં હવામાન આધારિત કૃષિ સલાહો નિયમિત રીતે દર અઠવાડિયે બે વખત મોકલવામાં આવે છે, જેથી ખેડૂતો પાક વ્યવસ્થાપન માટે યોગ્ય અને સમયોચિત નિર્ણયો લઈ શકે જે અંગે સવિસ્તાર જાણકારી આપી અને નવા ખેડૂતોને આ કૃષિ સલાહનો લાભ મળે તે અર્થે આ ગ્રુપમાં જોડવામાં આવ્યા તેમના નિરાકરણ અને ઉકેલોની માહિતી અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવી અને ખેડૂતને સંતોષકારક જવાબો પ્રાપ્ત થયા. ત્યારબાદ શ્રી. જે. કે. ડાભી એ સર્વે ઉપસ્થિત અધિકારીઓ અને ખેડૂતોનો આભાર વ્યક્ત કરીને શિબિર ને પૂર્ણ કરેલ હતી.

Back to top button
error: Content is protected !!