ચોટીલાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી

તા.19/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાની પાણી સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી ચોટીલા સબ ડિવિઝન હેઠળના ત્રણેય તાલુકાના કુલ ૨૮ ગામોમાં પાણીની વિકટ સમસ્યા રહેતી હોય છે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઇન્ટિગ્રેટેડ ફેઝ-૨ ગ્રુપ-૧ અને ગ્રુપ-૨ યોજના અંતર્ગત પાઈપલાઈન અને સંપની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે શેખલીયા, મેવાસા, ગુંદા, મોણપર, પીપળીયા (ઢો), ગોલીડા, ચીરોડા રાજ, લાખચોકીયા, ત્રંબોડા, વીજળીયા અને મનડાસર જેવા ગામોમાં નવી લાઈન અને સંપ દ્વારા પાણી પુરવઠો સુદ્રઢ કરવામાં આવ્યો છે બેઠક દરમિયાન નાયબ કલેક્ટર દ્વારા પીવાના પાણીની તકલીફ અનુભવતા ગામોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં તાજેતરમાં પાણીની અછતનો સામનો કરી રહેલા નીચે મુજબના ૧૪ ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં ફુલઝર, સાલખડા, ડાકવડલા, રામપરા, ચિરોડા, ડોસલિઘુના, લોમાકોટડી, સુખસર, નાળીયેરી, પીપળીયા (બા), ઝુપડા, જાનીવડલા, ખાટડી અને અકાળા. વધારામાં, પીપરાળી, સરોડી, વિરપર, જેપર અને રાણીપાટ ગામોમાં પાણીની સ્થિતિ અંગે તાત્કાલિક સર્વે કરી આગળની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.આ બેઠકમાં મામલતદાર (ચોટીલા), તાલુકા વિકાસ અધિકારી (થાનગઢ), પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર, PGVCL ના જુનિયર ઇજનેર તેમજ વન વિભાગના RFO સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પાણી વિતરણ વ્યવસ્થામાં વીજ પુરવઠો કે અન્ય અવરોધો ન આવે તે અંગે પરામર્શ કર્યો હતો.




