
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બાળકોને ઉપલબ્ધ શૈક્ષણિક તથા પોષણ સંબંધિત સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.આ પ્રસંગે પ્રભારી સચિવએ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આંગણવાડી તથા શાળામાં આપવામાં આવતી સેવાઓ અંગે વિસ્તૃત વિગત મેળવી હતી. તેમણે બાળકોને મળતા પોષણ આહાર, સ્વચ્છતા વ્યવસ્થા, તેમજ શિક્ષણની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી. સચિવશ્રીએ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણ અને સ્વચ્છ, સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નાયબ કલેકટરશ્રી કેયુર ઇટાલીયા, ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતન દેસાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ર્ડા.અરૂણકુમાર એમ.અગ્રવાલ સહિત સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .






