ધ્રાંગધ્રાની સંસ્કારધામ હોસ્પિટલનો સેવાભાવ – વિનામૂલ્યે સર્જરીથી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો.

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાથી એક માનવતાભર્યો અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે જ્યાં હાઈવે પર આવેલી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલએ એક સગર્ભા મહિલાનો જીવ બચાવી સમાજને સંદેશ આપ્યો છે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ખેતમજૂરી માટે આવેલા પરપ્રાંતીય પરિવારની સગર્ભા મહિલાની ગત શનિવારે રાત્રે તબિયત અચાનક બગડી હતી આશરે ૭ કલાક સુધી સતત ખેંચ ચાલુ રહેતાં પરિવારજનોએ અનેક હોસ્પિટલોમાં સારવાર માટે પ્રયત્ન કર્યા પરંતુ યોગ્ય સારવાર ન મળતાં અંતે મહિલાને સંસ્કારધામ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હોસ્પિટલ પહોંચતા મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હતી તેમનું બ્લડ પ્રેશર હાઇ લેવલ સુધી પહોંચી ગયું હતું અને ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી દુર્ભાગ્યે લાંબા સમય સુધી ખેંચ ચાલુ રહેતાં ગર્ભમાં રહેલા બાળકનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું પરંતુ ડોક્ટરોની ટીમે સમયસર સર્જરી કરીને મહિલાનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી ખાસ નોંધનીય વાત એ છે કે આ સમગ્ર સારવાર અને સર્જરી હોસ્પિટલ સંચાલક સંસ્થાએ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી જેના કારણે પરપ્રાંતીય પરિવારને મોટી રાહત મળી છે સંસ્કારધામ હોસ્પિટલનું આ સેવાકાર્ય માત્ર સારવાર નહીં પરંતુ માનવતા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.




