થરામા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી ઉલ્લાસભેર ઈદ ની ઉજવણી કરવામાં આવી.
પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ૨૧ મી માર્ચ ૨૦૨૬ ને શનિવાર ના રોજ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માં ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) ની પરંપરાગત

થરામા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી ઉલ્લાસભેર ઈદ ની ઉજવણી કરવામાં આવી.
પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ૨૧ મી માર્ચ ૨૦૨૬ ને શનિવાર ના રોજ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માં ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) ની પરંપરાગત આસ્થા અને ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પરિધાન કરી ઈદગાહમા ઈદની નમાઝ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી હતી.થરા મુસ્લિમ સમાજ ના પેશ ઈમામ અબ્દુલ સમદ અકબરી અને મોલાના સિદિક ફેઝાની દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.થરા ઈદગાહ મેદાન ખાતે વકીલ રફીકભાઈ મનસુરી, મોહ્યુદીનભાઈ મોરવાડીયા, જમાલખાન ઘોરી,મેમણ યુસુફભાઈ બાજરીવાળા, મેમણ બચુભાઈ ઘંટીવાળા,અવસર પીલુડિયા,મુકંદર ફકીર સહીત વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદારો એકત્રિત થઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નમાઝ અદા કરી તમામ બિરાદરો એક બીજાને ગળેમળી “ઈદ મુબારક” પાઠવ્યા હતા.ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. મુસ્લિમ બિરાદરો દ્વારા થરા પી. આઈ.કે.બી.દેસાઈ ને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.હિન્દુ ભાઈઓ પણ સહભાગી થઈ મુસ્લિમ મિત્રોને ઈદની શુભકામનાઓ પાઠવતા ભાઈ ચારાના દ્રશ્યોએ સર્જાતા કોમી એકતા અને અખંડિતતાના દર્શન કરાવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







