DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રાના નાનકડા ભૂલકાઓએ રાખ્યા પૂર્ણ ૩૦ રોજા, અલ્લાહની ઈબાદતમાં દેખાડી અદ્દભુત લાગણી

તા.21/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ઈબાદત, સબર અને આત્મશુદ્ધિનો મહિનો તરીકે ઓળખાય છે આ પવિત્ર મહિનો 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ આજે 20 માર્ચે પૂર્ણ થયો છે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ ભાઈઓએ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી ધ્રાંગધ્રા શહેરમાં આ વર્ષે એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યાં નાના ભૂલકાઓએ પણ મોટા લોકોની સાથે રોજા રાખીને ઈબાદતમાં જોડાઈ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આશરે 8 થી 10 વર્ષની વયના આ બાળકોમાં મોસીનભાઈ ફગાતના નિંદા ફાતમાં, મોહમ્મદ ફઝલ ઈરફાનભાઈ, હસનેન અફઝલભાઈ મંડલી, અમીના ખાતૂન ઈમરાનભાઈ, જેહાન જાવેદભાઈ સિપાઈ અને સાહિલ અલ્તાફભાઈ બેલીમ જેવા નામો સમાવેશ થાય છે નાના વયે જ પૂર્ણ મહિના સુધી રોજા રાખી આ બાળકો દ્વારા દેખાડવામાં આવેલી શ્રદ્ધા, સંયમ અને ઈબાદત પ્રત્યેની લાગણી પ્રશંસનીય છે પરિવારજનો તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ બાળકોને અભિનંદન પાઠવી તેમની હિંમત અને ધાર્મિક ભાવનાની પ્રશંસા કરી હતી આ પ્રસંગે સ્પષ્ટ થાય છે કે આજના નાનકડા બાળકોમાં પણ ધાર્મિક મૂલ્યો અને પરંપરાઓ પ્રત્યે ઊંડો લગાવ છે જે સમાજ માટે ગૌરવની વાત છે.

Back to top button
error: Content is protected !!