BANASKANTHAGUJARATKANKREJ

થરામા સબરીજી સેવા સમિતિ ભીલ સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો.

થરામા સબરીજી સેવા સમિતિ ભીલ સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો.

થરામા સબરીજી સેવા સમિતિ ભીલ સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિર પરિસરમા સબરીજી સેવા સમિતિ ભીલ સમાજ કન્યાદાન રાધનપુર તાલુકા વિકાસ પરિષદ આયોજીત ભીલ સમાજનો સમુહ લગ્નોત્સવ શનિવાર ના રોજ બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમા યોજાયો.જેમાં ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ત્યારે સંતશ્રી દેવગીરીબાપુ નાનાપુરા,સંતશ્રી મનુજદાસ બાપુ ગોદડીયાએ આશીર્વાદ આપ્યા હતા.ભોજન પ્રસાદ દશનામી ગૌસ્વામી સમાજ બ.કાં.જિલ્લા પ્રમુખ અતિત ગુલાબગીરી શાંતિગીરી તરફ થી આપવામાં આવેલ.રામ -લક્ષ્મણની જોડી સમાન હર્ષદભાઈ તથા નિરંજનભાઈ ઠક્કર દ્વારા ગ્રુહશાંતિ કરવામાં આવી હતી.કેતનભાઈ ભીલ, પૂજાબેન ભીલ,લક્ષમણસિંહ ગોહિલ,અતુલભાઈ શાહ અતુલ નાસ્તા,રાજેશકુમાર ઠક્કર પાટણ, વિજયભાઈ ટેસ્ટી,શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટીગણ, ભીલ સમાજ સહીત તાણા-થરા નગરજનો વિશાળ સંખ્યા ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરંજનભાઈ ઠકકરે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!