GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા – સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું ભવ્ય લોકાર્પણ

તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા
સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું આજરોજ ભવ્ય લોકાર્પણ થયું હતું પાટણ જીલ્લાના સમી તાલુકામાં આવેલા બાસ્પા ગામમાં એટલે સ્વામી સચ્ચિદાનંદજીના વતન મૂંજપુર પાસે તૈયાર થયેલી કુલ દસ ઓરડાની આ માધ્યમિક શાળાનું જગદીશ ત્રિવેદીએ “સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળા“ એવું નામકરણ કર્યું હતું ગાંધી આશ્રમ, ઝીલીયા દ્વારા સંચાલિત આ શાળાનું સંચાલન પદ્મશ્રી પુરસ્કૃત ગાંધીવાદી શિક્ષણશાસ્ત્રી શ્રી માલજીભાઈ દેસાઈ અને એમની સંસ્થા કરશે આ પ્રસંગે પંચાણુ વરસની જૈફ વયે ખૂદ પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ પોતે આ શાળાનું ઉદઘાટન કરવા પધાર્યા હતાં મુખ્ય અતિથિ તરીકે જગદીશ ત્રિવેદીના કલાગુરૂ પદ્મશ્રી શાહબુદીન રાઠોડ હતા તેમજ આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આશરે સાઈઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલી આ શાળાને પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું નામ મળે એ શરતે જગદીશ ત્રિવેદીએ પચીસ લાખ રુપિયાનું દાન આપ્યું હતું આગામી બાવીસમી એપ્રિલના રોજ સ્વામીજીના પંચાણુમા જન્મદિવસ નિમિત્તે જગદીશ ત્રિવેદીએ સ્વામીજીને પંચાણુ હજાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો એ પણ સ્વામીજીએ બાસ્પા ગામની આ શાળાને અર્પણ કર્યો હતો આમ જગદીશ ત્રિવેદી તરફથી કુલ પચીસ લાખ પંચાણુ હજારનું દાન આ શાળાને પ્રાપ્ત થયું હતું આ પ્રસંગે વઢીયાર પંથકના ઘણાં આગેવાનો, શિક્ષણવિદો અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહીત આશરે બે હજાર જેટલાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સૌ ભોજન લઈને છુટ્ટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!