BHUJGUJARATKUTCH

ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિને પેટેન્ટ મળતા કચ્છ યુનિવર્સિટી, ભુજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી એ પાઠવ્યા અભિનંદન.

મુખ્યમંત્રી એ ૨૦ વર્ષ માટે કેન્દ્રસરકાર દ્વારા આપવામાં આવેલી પેટન્ટને રાજ્યમાટે ગૌરવની બાબત ગણાવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ માર્ચ : કચ્છ યુનિવર્સિટી, ભુજને ઘઉંની ક્વોલિટી જાણવા વિકસાવેલી રેપિડ ટેસ્ટ પધ્ધતિને ૨૦ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટેન્ટ મળતા આ શોધ અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છ યુનિવર્સિટીના શોધ સાથે જોડાયેલા પ્રાધ્યપકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૧ના ઘઉંની ક્વોલોટી જાણવા માટે એક રાષ્ટ્રીય કક્ષાની ચેલેન્જ/હરીફાઈ યોજાઇ હતી. દેશભરમાંથી ભાગ લેનાર સ્પર્ધકો સાથે કચ્છ યુનિવર્સિટીમાં એનાલિટિકલ કેમેસ્ટ્રિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીએ એસોસિયેટ પ્રોફેસર ડો.વિજય રામના માર્ગદર્શન હેઠળ હરીફાઈમાં ભાગ લીધો હતો. તમામ તબક્કાના સફળ પ્રયોગો બાદ આ પદ્ધતિની પેટેન્ટ માટે ડો.વિજય રામ અને ડો ગિરિંન બક્ષીના માર્ગદર્શનમાં પેટેન્ટ ફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તદ્દન નવી પદ્ધતિ હોવાથી ભારત સરકાર દ્વારા પેટેન્ટ એક્ટ, ૧૯૭૦ હેઠળ ૨૦ વર્ષ માટે કચ્છ યુનિવર્સિટી, ભુજને ઘઉંની ક્વોલિટી જાણવાની આ રેપિડ ટેસ્ટ પધ્ધતિ માટે પેટેન્ટ આપવામાં આવી છે.આ પેટન્ટ પ્રાપ્ત થતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અભિનંદન સંદેશો પાઠવતા હર્ષ વ્યકત જણાવ્યું હતું કે, આજે પ્રત્યેક ક્ષેત્ર માટે સંશોધન કાર્ય મહત્વપૂર્ણ બની રહ્યું છે. સંશોધન થકી ક્ષેત્રનો વ્યાપ, ગુણવત્તા, ઉપયોગિતા વગેરે બાબતોમાં વૃદ્વિ થાય છે. કોઇપણ દેશની પ્રગતિનો આધાર એ દેશમાં થતી સંશોધનાત્મક કામગીરી પર રહેલો છે. તેથી જ આ સંદર્ભે “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન”માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ “જય અનુસંધાન”નો ઉમેરો કર્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ ઘઉંની ગુણવત્તા જાવા માટે વિકલાવેલી પદ્ધિતને ૨૦ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટન્ટ આપવામાં આવતા આ આવકાર્ય બાબત છે. તેમજ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. મુખ્યમંત્રીશ્રીએ રસાયણશાસ્ત્રના પ્રાધ્યપકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા વધુમાં આ દિશામાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારત સરકાર દ્વારા ૨૫૦૦ જેટલા ગોડાઉન સ્થાપવામાં આવ્યા છે જ્યાં ઘઉં, રાઈસ વગેરે અલગ અલગ પાક રાખવામાં આવે છે. આ ગોડાઉનમાં રહેલા પાકની ક્વોલોટી સારી છે કે નહિ તે જાણવું જરૂરી હોય છે. જેથી લોકોના સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસરના થાય. આવનારા દિવસોમાં આ પેટન્ટનું કોમર્શિયલ લાયસેન્સિંગ કરવાનું કામ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!