BANASKANTHAGUJARATKANKREJ

થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૩ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી.

૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.૨૦૧૭ થી શોભાયાત્રા નિમિતે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું નથી.

થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૩ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી.
…………………………………………………………………………………………………………………………………………
૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.૨૦૧૭ થી શોભાયાત્રા નિમિતે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું નથી.
…………………………………………………………………………………………………………………………………………

અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન-વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે.અને વિધર્મી તહેવારો હોંશે હોંશે ઉજવાય છે. જેમ કે ફેન્ડશીપ ડે,વેલેન્ટાઇન ડે,થર્ટીફસ્ટ,નાતાલ, બર્થ ડે,રોઝ ડે જેવા જાતજાતના ડે ઉજવી રહેલો હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો ભુલી રહ્યો છે.ત્યારે શ્રી રામ સેવા સમિતિ,થરા દ્વારા હિન્દુ સમાજ ને પોતાની અસ્મીતા અને ગૌરવને યાદ અપાવવા ૧૯૯૪ થી પરંપરાગત આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી રામજી મંદિરેથી શ્રીરામ સેવા સમિતી દ્વારા ચૈત્ર સુદ-૯ ને ગુરૂવાર તા ૨૬-૦૩-૨૦૨૬ ના રોજ બપોરે ૩ કલાકે શોભાયાત્રા શરણાઈની સુરાવલીઓ બેન્ડના તાલે નીકળી નગર દેવીશ્રી બહુચર માતાજી મંદિર થી થરા નગર ની પ્રદક્ષિણા કરી સાંજે નીજ મંદિરે પરત પહોચેલ.શ્રી સરસ્વતી શિશુ મંદિરની વિધાર્થીનીઓએ તલવારબાજી તેમજ લાઠીના કરતબો રજુ કર્યા હતા.થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર દીપક જોષી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,વકીલ મુકેશભાઈ બુકેલીયા,બનાસબેંક ઈન્સ્પેક્ટર ચંદુજી ઉણેચા વડા, લાલાભાઈ ભાટી સહિત તાણા -થરા નગરજનો હાજર રહેલ. શ્રીરામચંદ્ર ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડેલ.થરા પી.આઈ. કે.બી. દેસાઈ સહિત પોલીસ સ્ટાફ ખડેપગે રહી સેવા બજાવેલ ૧૯૯૪ થી શરૂ થયેલી શોભાયાત્રાનું આયોજન ડો. ભરતભાઈ શાહ,કે.સી.શાહ, અશોકભાઈ પઢિયાર,ભરતભાઈ દરજી સર્વે કાર્યકર્તાઓ કરતા હતા ૨૦૦૬ થી શ્રી રામસેવા સમિતિ પ્રમુખ દીપકભાઈ જોષી,મંત્રી હિતેશભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવે છે હવે તેમાં નવા યુવાનો ગોવિંદસિંહ વાઘેલા,તુષારભાઈ પઢીયાર વગેરે નવા યુવાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છે
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!