BANASKANTHAPALANPUR

રામ નવમી નિમિત્તે શોભાયાત્રા પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

26 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં 450 વર્ષ જૂનોશ્રી મોટા રામજી મંદિર શ્રી જગન્નાથ ભગવાન મંદિર અને અંબા માતાજી મંદિર રોજ શીલા ન્યાસ ની ઐતિહાસિક ભવ્ય ઉછામણી ભક્તોએ લાખોનો દાન આપી સહભાગી બન્યા. રામ નવમી નિમિત્તે શોભાયાત્રા પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.પાલનપુરમાં 450 વર્ષ જૂનુંશ્રી મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે આ મોટા રામજી મંદિર શ્રી જગન્નાથ ભગવાન મંદિર અને અંબા માતાજી મંદિર અને અન્ય દેવદેવી ઓ નું શીલાન્યાસ ને ઇતિહાસિક ભવ્ય ઉછામણી રામ નવમી દિવસે રાખેલી જેમાં શહેરના નામચીન શ્રેષ્ઠી ઓ ધર્મ પ્રેમી ઓઉદ્યોગપતિઓ બિલ્ડરો ભગવાન શ્રી જગન્નાથ મા અંબા રામ મંદિર તેમજ નાના મોટા દેવદેવીઓની ઐતિહાસિક ભવ્ય ઉછામણી માં હાજરી આપી લાખો રૂપિયાનું દાન આપી આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા બાદ સવારથી જ રામજી મંદિરમાં મહા આરતી જુલાઈ દર્શન બાદ રામલાલ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શહેરના 29 વિસ્તારોમાં આઠ કિલોમીટર પરિભ્રમણ કરી મંદિરે આ શોભાયાત્રા પરત આવી હતી
શ્રી મોટા રામજી મંદિર માત્ર એક પથ્થરની ઇમારત નથી પરંતુ પાલનપુરના આસપાસ ગામોમાં વસતા સનાતન હિન્દુ સમાજ તીર્થના કેન્દ્ર છે આશરે 450 વર્ષ પહેલા નિર્માણ થયેલું શ્રી મોટા રામજી મંદિર ગર્ભ .દિવાલો સ્તંભો ધર્મશાળા વગેરે જર્જરીત થવાના કારણે આ આ મંદિર જીર્ણોદ્ધાર ની શરૂઆત કરી હતી જો કે શીલા ન્યાસ ની ભવ્ય ઉછામણી શ્રી 31 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં ભક્તો દ્વારા ઉછામણી નું આયોજ કરવામાં આવ્યું હતુંશ્રી જગન્નાથ ભગવાન અને અંબા માતાજી મંદિર આધારશીલા સ્થાપના માટે સંતો ઉદ્યોગપતિઓ તેમજ બિલ્ડરો મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી જેમાં ભગવાન માટે આધારશીલા ઉછામણી હાજરી આપીને લાખો રૂપિયાનું દાન આપી સહભાગી બન્યા હતા બાદ બપોરે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના પથ્થર ઝડપથી મોટી બજાર નાની બજાર ખોડા લીમડા ત્રણ બત્તી હનુમાન શેરી અયોધ્યા નગર સંજય ચોક સિટી લાઇટ શિમલા ગેટ વિજય ચોક જેવા વિવિધ વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળી હતી જેમાં ટ્રેક્ટર ઊંટ લારી ડી.જે જેમાં ભગવાનની રથમાં મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સંતો તેમજ શહેરના અનેક ભક્તોઆ શોભાયાત્રામાં જોડાયા હતા 450 કિલો થી વધારે પ્રસાદનું વિતરણ કરાયું હતું.

Back to top button
error: Content is protected !!