BANASKANTHADEODARGUJARAT

દિયોદરમાં પકડાયેલ ખાતર રસાયણીક સરકારી નીકળ્યું….આરોપીઓ પોલીસ પકડ થી દૂર 

લ્યો બોલો દિયોદરમાં પકડાયેલ ખાતર રસાયણીક સરકારી નીકળ્યું….આરોપીઓ પોલીસ પકડ થી દૂર

 

-ડ્રાઈવર પાસેથી મોબાઈલ નંબર મળ્યો છતાં મૂળ આરોપીઓ સુધી પહોંચવા પોલીસ નિષ્ફળ

 

– ખાતર ની અછત વચ્ચે બીજા રાજ્યમાં ખાતર ને મોકલવાનું ષડયંત્ર

 

– ચાર આરોપી ફરીયાદમાં દર્શાવ્યા તેમાં ત્રણ અજાણ્યા ઈસમ… પોલીસની કામગીરી શંકાના દાયરામાં.

 

પ્રતિનિધિ દિયોદર: કલ્પેશ બારોટ

 

દીઓદર નજદીક દીઓદર જેતડા રોડ ઉપર રાંટીલા ગામ પાસે થી એક ગોડાઉન માંથી ભરી હૈદરાબાદ લઈ જવામાં આવતું નીમકોટેડ યુરીયાના ૭૭૭ કટ્ટા ૧૧ માર્ચના રોજ દિયોદર હાઈવે વિસ્તાર પર થી પકડાયેલ. આ ઝીણાદાણા વાળુ યુરીયા ખાતર હોઈ શંકાસ્પદ જણાયેલ. જેની પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છ બેગોના સેમ્પલ લઈ તપાસ અર્થે ખાતર ચકાસણી પ્રયોગશાળા ગાંધીનગર મોકલાયેલ. જે ખાતર સરકારશ્રીના નીમકોટેડ યુરીયા ખાતર સબસીડી વાળુ હોવાનું પ્રયોગશાળા દ્વારા જાહેર થતાં એસ.ઓ.જી.પીએસઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે

 

ગાડીમાં ભરેલ યુરીયા ખાતર નીમ કોટેડ સબસીડી વાળો હોવાનું જાણતા હોવા છતાં ઈ-વે બીલ તથા યુરીયા ખાતરનુ બીલ લીધા સિવાય પોતાની ટ્રક ગાડીમાં નીમ કોટેડ યુરીયા ખાતરના લખાણ વગરના કટ્ટા નંગ-૭૭૭ ભરી હૈદરાબાદ મુકામે ક્રોઈ ઈસમને આપવા સારૂ જઈ રહેલ હતો અને આ નીમ કોટેડ યુરીયા ખાતર સરકારશ્રીના માર્કા વાળી બેગોમાંથી બીજી લખાણ વગરની બેગોમાં ફેરબદલ કરી સરકારશ્રી સાથે ઠગાઇ કરેલ હોય અને નીમ કોટેડ યુરીયા ખાતર સબસીડીવાળું હોવાનું જાણતા હોવા છતાં હાની પહોંચાડવાના ઈરાદે નીમ કોટેડ યુરીયાનો સંપતિ ચિન્હવાળી બેગો બદલી બીજી લોગા વગરની બેગોમાં યુરીયા ખાતરનો જથ્થો ભરી ટ્રેડ યુરીયાનું ખોટું ઇ-વે બીલ તથા ખોટું ટ્રેડ બીલ બનાવી ખોટા બીલનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તમામ ઈસમોએ ગુનાહિત કાવતરૂ રચી સરકારશ્રીની સબસીડીવાળા યુરીયાને ખેતીમાં વપરાશ કરવાના બદલે પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ઔધોગિક ઉપયોગ હેતુસર સપ્લાય કરવા સરકારશ્રી સાથે ઠગાઈ કરી તેમ જ ખાતર (અકાર્બનિક, કાર્બનિક અથવા મિશ્ર) નિયંત્રણ હુકમ-૧૯૮૫ ના ખંડ-૭, ૮(૨), ૨૫(૧) અને ૨૫(૨) ની જોગવા ઈઓનો ભંગ કરી તથા આવશ્યક ચીજવસ્તુ ધારા-૧૯૫૫ ની કલમ ૩ નો ભંગ કરી તથા તે જ કાયદાની કલમ ૭(૧)(એ)મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૩), ૩૩૯ (૨) (૩),૩૪૦(૨),૩૪૯, ૩૫૦(૧)(૨), ૬૧(૨) મુજબનો ગુનો કરેલ

 

કોની સામે ગુન્હો નોંધાયો

 

(૧) અજાણ્યું યુરીયા ખાતર ભરાવનાર ધારક

 

(૨) અબ્દુલખાન દિલાવરખાન બદનખાન ભૈયા,મુસ્લીમ રાવડી જીલ્લો.જેસલગર

 

(૩) અજાણ્યું યુરીયા ખાતરનું ખોટું બીલ આપનાર ઈસમ

 

(૪) અજાણ્ય યુરીયા ખાતરનો જથ્થો મંગાવનાર હૈદરાબાદ ખાતેનો અજાણ્યો ઈસમ

 

પકડાયેલ ખાતરમાં ડ્રાયવર પકડાયો છે……. ફોન નંબર મળ્યો છે ગાડીનો નંબર છે બજરંગ કોર્પોરેશન ના ગોડાઉનમાંથી માલ ભરાયો હોવાનું બહાર આવ્યું હોવા છતાં આટલી વિગતો હોવા છતાં ૧૫-૧૫ દિવસ વિતવા છતાં એસ.ઓ.જી પોલીસ અજાણ્યો ઈસમ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવી પડે તે ભારે અચરજ ભર્યું હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. આટલી વિગતો હોવા છતાં આરોપી કોઈ રાજકીય વગ ધરાવતા હશે….? કે પછી પોલીસની કરામત કામ કરી ગઈ હશે? ખેડુતો ખાતર માટે કાગરોળ મચાવી રહ્યા છે. ત્યારે બે નંબરમાં ખાતર વેચાતા લોકો પકડાય છતાં પોલીસની પહોંચ બહાર …છે.

Back to top button
error: Content is protected !!