વાંસા ખાતે વાંસેસા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો નવચંડી યજ્ઞ તથા રમેલનું આયોજન કરાયું..
વાંસા ખાતે વાંસેસા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો નવચંડી યજ્ઞ તથા રમેલનું આયોજન કરાયું..

વાંસા ખાતે વાંસેસા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો નવચંડી યજ્ઞ તથા રમેલનું આયોજન કરાયું..
ચૈત્ર મહિનો એ ધાર્મિક કાર્યનો પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં દેવી દેવતાઓ ની રમેલ (જાતર),પ્રતિષ્ઠા,યજ્ઞનું વધુ મહત્વ રહ્યું છે ત્યારે હારીજ તાલુકાના વાંસા ખાતે વાંસેસા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો નવચંડી યજ્ઞ મહોત્સવ ચૈત્રસુદ દશમ ને શનિવાર તા.૨૮/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૮ કલાકે બારોટ જસવંતભાઈ ની પાવન નિશ્રામાં ભુવાજી સુરેશભાઈ મફાભાઈ,પઢીયાર ભુવાજી મહેશભાઈ જીવાભાઈ ની ઉપસ્થિતિમાં અમરતભાઈ હરગોવનભાઈ મહેસાણા, કૌશલ પ્રવીણભાઈ પાટણ, હાર્દિક કિરીટભાઈ પાટણ,ગંગા સ્વરૂપ પરમાબેન નટવરભાઈ માંડલા,મેહુલભાઈ રાજુભાઈ પાટણના યજમાનપદે શાસ્ત્રી નિકુંજ અશ્વિનભાઈ દવે પાટણવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે સાંજે ૪ કલાક સુધી યજ્ઞ યોજાયો હતો. હરિભાઈ જીવણભાઈ પાટણ ના હસ્તે ધજા ચડાવેલ.શ્રી ચામુંડા માતાજીની આરતી ભાવનાબેન દેવાભાઈએ ઉતારેલ.અનેક દાતાઓએ ચડાવા લઈ તથા રોકડ રકમ આપી સહભાગી થયા હતા. શાલના દાતા અમરતભાઈ રામાભાઈ મહેસાણા દ્વારા પધારનાર મહેમાનોને વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ,ડોક્ટર હિતેષભાઈ સહીત દરેકે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ,રમેશભાઈ, સતિષભાઈ સહિત દરેક ભાઈઓએ અથાગ મહેનત કરી હતી.અમરતભાઈ ગંગારામભાઈ કડી, સ્વ. માલીબેન અંબારામભાઈ પરિવાર, ગંગા સ્વરૂપ કાંતાબેન માધાભાઈ પાટણ પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.પધારનાર ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




