BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ના વાસણા પગાર કેન્દ્ર શાળા મા સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ ખાતે વાસણા (વાતમ) પગાર કેન્દ્ર શાળા મા બાળકો મા કંઈક નવુ કરી શકે બાળકો મા ટેલેન્ટ નો વિકાસ થાય તેવા હેતુ થી કાર્યક્રમ યોજાયો સી.આર.સી. વિહાજી  રમેશભાઈ, પ્રગ્નેશભાઈ,સમીરભાઈ, હિમાંશુંભાઈ,દશરથસિંહ,કિરણસિંહ,મધુબહેન,કિંજલબેન,ભારતીબેન,સૃષ્ટિબેન,તથા સમગ્ર સ્ટાફ પરિવાર અને બાળકો સાથે મળીને ચૈત્રી નવરાત્રી માં માતાજી અરજ સાથે બાળકો ધ્વારા માં સરસ્વતી પૂજા,આરતી,અર્ચના સાથે પ્રાર્થનાં કરીને આજના સમયે શૈક્ષણિક સાથે ભક્તિમય સંસ્કૃતિ જાળવતા માં શિક્ષણની શક્તિ શ્રી સરસ્વતી માતાજી આરાધના કરતા બાળકો શિક્ષણક્ષેત્રે અનોખા રૂપ સાથે ગામમાં એક શિક્ષણ જાગૃતિ કરતા બાળકો નાટક દ્રશ્ય, સરસ્વતી માતાજી માંડવી બનાવીને શાળાની બહેનો માથે લઈને,બાળકો હાથોમાં શૈક્ષણિક,સામાજિક,સાંસ્કૃતિક,ધાર્મિક જેવા અનેક પુસ્તકો ધારણ કરીને લોક જાગૃતિ નવા સંદેશ સાથે નવીન બાળકો પ્રવેશ માટે પણ હાકલ કરતા નવા ટેકનિકલ યુગમાં આચાર્ય સાહેબે શિક્ષણની જ્યોત પ્રજ્વલતી કરી સંદેશો આપ્યો હતો..

Back to top button
error: Content is protected !!