BANASKANTHAGUJARATKANKREJ

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૭ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો..

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૭ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો..

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૭ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો..

નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પટાંગણ માં શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૭ મો સરસ્વતી સન્માન સમારંભ તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારંભ સમસ્તપ્રજાપતિ સમાજ ગુજરાત ઉત્તર ઝોનના મહામંત્રી દશરથભાઈના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટક અશોકભાઈ પ્રજાપતિ વારાહી,વિશેષ ઉપસ્થિતિ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સહતંત્રી કનુભાઈ મારૂ,કે.બી.વકીલ હાઈસ્કૂલ રાધનપુરના આચાર્ય એન.એલ.ઓઝા,અતિથિ વિશેષ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ મંત્રીઓ,શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદ ના પ્રમુખ દિલીપભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર ના પ્રમુખ માધુભાઈ, મંત્રી પ્રહલાદભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ,મંત્રી નથુભાઈ, કમલેશભાઈ ભાભર,મણિલાલ બંધવડ,એલ.કે.રાધનપુર, દશરથભાઈ વડનગર,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજના પ્રમુખ એવમ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા ની ઉપસ્થિતિમાં આજરોજ તા.૨૯/૦૩/૨૦૨૬ ને રવિવાર ના રોજ યોજાયો હતો.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પ્રમુખ વેલજીભાઈ પ્રજાપતિ એ શાબ્દિક શબ્દો દ્વારા મંત્રી શંકરભાઈ મુબારકપુરા, કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા સહિત ટ્રસ્ટીઓએ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ધો.- ૫ થી ૧૨ સુધી ૧ થી ૩ નંબર મેળવનાર ૩૧ વિધાર્થીઓ અને બી.એ.થી ઉચ્ચ અભ્યાસ તથા વિશિષ્ટ સિદ્ધ પ્રાપ્ત કરનાર એન્જીન્યરિંગ ડિપ્લોમા ભાવિક દશરથભાઈ, કૌશિક સોમાભાઈ સહીત ૨૨ વિધાર્થીઓ એમ ટોટલ ૫૩ વિધાર્થીઓને સ્વ. પ્રભુરામભાઈ પરિવાર ના મહેશભાઈ અને મુકેશભાઈ, રસિકભાઈ ઝેકડા,પાંચાભાઈ ધરવડી,સ્વ.ધનાભાઈ પરિવારના ધીરજભાઈ માહી જવેલર્સ તરફથી ચાંદીના સિક્કા તથા અનેક દાતાઓએ દ્વારા પ્રોત્સાહિત ઈનામો આપી સન્માન કર્યું હતું.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરી વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી શાળા ગામ તથા માતા પિતાનું નામ રોશન કરવા જણાવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ પ્રજાપતિ (શિલ્પી-બુરેઠા)એ જ્યારે આભાર વિધિ ડૉ.સુરેશભાઈ એ કરેલ ભોજન પ્રસાદ સ્વ. પ્રભુદાસ રત્નાભાઈ પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!