આમ આદમી પાર્ટી ના કાલોલ વિધાનસભા પ્રભારી નશામાં વાહન ચલાવતા ઝડપાયા, પોલીસે ગુનો નોંધાયો.

તારીખ ૦૧/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેહલા રાજકારણ માં ગરમાવો હાલ પંચમહાલ જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ નગર પાલિકા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટી ના અધ્યક્ષ દ્વારા પ્રભારી ની નિમણૂક કરી જવાદરી સોંપવામાં આવે છે પ્રભારી દ્વારા સ્થાનિક ઉમેદવારો ના સેન્સ પ્રક્રિયા અલગ અલગ ઝોન મુજબ લેવા માં આવે છે અને પ્રભારી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે કેપેબલ ઉમેદવાર ની યાદી રાજકીય પાર્ટી ના અધ્યક્ષ સુધી પોહચડવામાં આવે છે ત્યારે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાયો હતો જેથી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકારણ માં ગરમાવો જોવા મળ્યો કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ નાં માણસો નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન આમ આદમી પાર્ટી નાં કાલોલ વિધાનસભાનાં હાલ નાં પ્રભારી રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી મૂળ રેહવાસી.વચલી શેરી ડાંગરવા તાલૂકા .કડી જી.મહેસાણા હાલ રેહવાસી.સંજીવની હોસ્પિટલ પાછળ કાલોલ તા.કાલોલ જી.પંચમહાલ નાઓ નશો કરેલ હાલતમાં પોતાની કબ્જા ની ફોરવ્હીલ ગાડી ગફલતભરી રીતે પ્રોહીબીશન.પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે દારૂ પીધેલ હાલતમાં ગાડી હંકાર તા નાઈટ પેટ્રોલીંગ તપાસ દરમિયાન ઝડપાયો હતો જેથી તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થતાં રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે કાલોલ આમ આદમી પાર્ટી વિધાનસભાનાં પ્રભારી રાત્રી નાં સમયે નશા ની હાલત માં ઝડપાતા તેઓના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૨૮૧, એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩,૧૮૧, તથા ગુજરાત પ્રોહીબીશન એકટ ની કલમ ૬૬(૧) બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવયો છે જેના કારણે રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે







