GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી

તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌ પ્રથમ વખત મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહાનગર પાલિકાની ચુંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે જેને ધ્યાને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા ભાજપ દ્વારા નમો કમલમ ખાતે બુધવારથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આજે પ્રથમ દિવસે સવારે 10 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી વોર્ડ નંબર 1થી 7 માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જયારે આવતીકાલે તા.02 એપ્રિલના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વોર્ડ નંબર 8થી 13 માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ કક્ષાના હોદેદારો દ્વારા બે દિવસ દરમિયાન તમામ 13 વોર્ડ માટે ચુંટણી લડવા ઈરછુક સેન્સ લેવામાં આવશે અને પ્રાથમિક યાદી તૈયાર કર્યા બાદ પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે અને ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે જ્યારે ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાને ધ્યાને લઈને ચૂંટણી લડવા ઈરછુક પુરુષ અને મહિલા ઉમેદવારોએ અત્યાર થી જ પોતાના ગોડ ફાધરો અને પ્રદેશ કક્ષાના હોદેદારોનો બંધ બારણે રૃબરૃ અથવા ટેલિફોનીક સંપર્ક શરૂ કરી દીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની પ્રથમ ચુંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે આગામી ચુંટણીમાં કોની જીત થશે અને કોની હાર તે આવનાર સમયમાં જ માલુમ પડશે.

Back to top button
error: Content is protected !!