CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી બદલીની અફવા વહીવટી તંત્રની સ્પષ્ટતા

તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની બદલી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને સ્થાનિક વર્તુળોમાં વહેતી થયેલી વાતો પાયાવિહોણી હોવાનું વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે સત્તાવાર રીતે આવા કોઈ બદલીના આદેશો થયા નથી અને તેઓ પોતાની ફરજ પર યથાવત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકથી વિવિધ વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની અન્યત્ર બદલી કરવામાં આવી છે આ અફવાઓને કારણે સ્થાનિક લોકો અને અરજદારોમાં આશ્ચર્ય અને ચર્ચાઓ જાગી હતી ત્યારે વહીવટી તંત્ર અને કચેરીના સત્તાવાર માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા આવા કોઈ જ બદલીના આદેશો જારી કરવામાં આવ્યા નથી નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા હાલમાં પોતાની નિયમિત કામગીરી કરી રહ્યા છે ત્યારે વધુમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં આવતા આવા બિનસત્તાવાર સમાચારો પર વિશ્વાસ ન કરવો ત્યારે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે ત્યારે આ પ્રકારની અફવાઓ ફેલાવનારા તત્વો સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!