કાલોલ ભગિની સેવા મંડળનો મિલન સમારંભ સાથે સ્પર્ધકોનું સન્માન અને દિપ્તીબેન પરીખની રાષ્ટ્રીય સિદ્ધિની ઉજવણી.

તારીખ ૦૨/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઇ હતી અને મંડળ દ્વારા રાખેલ સ્પર્ધાઓમાં વિજેતા બહેનોને સર્ટિફિકેટ, મેડલ અને ગિફ્ટ એનાયત કરાયાં હતાં અને તેમજ ભાગ લેનાર સહુને પ્રોત્સાહન ઈનામ અપાયાં હતાં ત્યારે સમારંભમાં મંડળનાં મંત્રી દિપ્તીબેન પરીખની ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સ, દિલ્હીની સોશિયલ ઇકોનોમિક કમિટીમાં નિમણૂક બદલ તેમનું સન્માન કરાયું, જેનાથી સભ્યોમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી અને આજના ગીફટના દાતા દિપ્તીબેન દિનેશભાઈ શાહ ધ્વારા મંડળ ને આપવામાં આવી મંડળે દિપ્તીબેન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ બહેનોને હાઉસી રમત રમાડવામાં આવી તેમજ દર વર્ષે અપાતી વાર્ષિક ગિફ્ટ પણ આપવામાં આવી અને સાથે બેસી નાસ્તો અને કોલ્ડ્રિંક્સ નો આનંદ માણ્યો હતો આ મિલન સમારંભમાં સભ્ય બહેનોનો મંડળ ના પ્રમુખ અંજુબેન મહેતાએ ધ્વારા તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ હાજર રહેલી બહેનોએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ સૌનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો અને આનંદ સાથે બધા એ વિદાય લીધી હતી.







