GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ.જી.એસ હાઇસ્કુલ અને સી.બી.ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો.

 

તારીખ ૦૨/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!