GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ઘટક સંઘના ઉપપ્રમુખ શંકરભાઈ ખાંટ એ ઘટક સંઘઓમાંથી રાજીનામું આપી શૈક્ષિક મહાસંઘમાં જોડાયા.

 

તારીખ ૦૫/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી ગોધરા ખાતે યોજાઈ હતી જેમાં કાલોલ તાલુકાના સણસોલી પગાર કેન્દ્રના હરખાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક અને કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના સિનિયર ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ ધીરાભાઈ ખાટ આજરોજ જિલ્લા કારોબારીમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘની વિચારધારા અને એમની કાર્યપ્રણાલિ થી પ્રભાવિત થઈને છેલ્લા કેટલાય માસથી આ સંગઠન સાથે જોડાવાની વિચારધારા રાખતા હોય તેઓ આજરોજ કારોબારીમાં ઉપસ્થિત રહી પોતાની સ્વેચ્છાએ અત્રેના અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના સંગઠનમાં સ્વૈચ્છિક રીતે પ્રાંતના મુખ્ય હોદ્દેદારો પરેશભાઈ પટેલ મહામંત્રી શ્રી તથા અનિરુદ્ધસિંહ સોલંકી તથા સંગઠન મંત્રી શ્રી હિતેશભાઈ બોપાણી ની હાજરીમાં કુલહાર પહેરી અને વિધિવત રીતે શૈક્ષિક મહાસંઘ માં જોડાયા હતા તે બદલ કાલોલ તાલુકાનો સમગ્ર શિક્ષક પરિવાર તેમને અભિનંદન પાઠવે છે તથા કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ નું ભવિષ્ય સિનિયર પ્રમુખના અત્રે જોડાવાથી જોખમાઈ રહ્યું છે એમની વિચારધારા ને લઈને સમગ્ર શિક્ષક આલમ માં ચર્ચા વિષય બન્યો છે આજરોજ તેઓશ્રીને અત્રેના સંગઠનમાં જોડાવાથી તેમને કાલોલ મહાસંઘ ની સમગ્ર ટીમ તેમને આવકારવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!