કાલોલ તાલુકા પંચાયત ની વેજલપુરની સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપ માંથી ચાર મહિલાઓ દાવેદારી નોંધાવી.

તારીખ ૦૫/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતની વેજલપુર બેઠક વેજલપુરની સામાન્ય સ્ત્રી બેઠક માટે ભાજપમાં ટિકિટ મેળવવાનો જંગ હવે રસપ્રદ બન્યો છે. આ બેઠક પર એક-બે નહીં, પરંતુ ચાર મજબૂત મહિલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.પક્ષમાં ટિકિટ મેળવવા માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે તે નીચે મુજબ છે:(૧)મોહિનીબેન નિશાંતભાઈ શાહ (૨)શીતલબેન સંજયભાઈ પટેલ (૩)મેમુનાબીબી મેહબૂબ જમાલ (૪) લતાબેન સુરેશભાઈ પારવાની ભાજપ માટે આ ચારેય ઉમેદવારોમાંથી કોઈ એકની પસંદગી કરવી એ “સોયના નાકામાંથી દોરો પરોવવા” જેવું કામ છે.દરેક ઉમેદવાર પોતાના વિસ્તારમાં પકડ ધરાવે છે અને સામાન્ય બેઠક હોવાથી સામાજિક સમીકરણો પણ જીત માટે મહત્વના સાબિત થશે. હાલ આ બેઠક પર લઘુમતી સમાજના અપક્ષ ઉમેદવારનો કબજો છે ત્યારે લઘુમતી સમાજના વોટ પણ નિર્ણાયક બની રહેવાની શક્યતા વધી છે.જે ઉમેદવારની સંગઠન અને પાયાના કાર્યકરોમાં લોકપ્રિયતા વધુ હશે, તેના પક્ષમાં કળશ ઢોળાય તેવી શક્યતા છે.હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ અનુભવને પ્રાધાન્ય આપે છે કે નવા ચહેરા પર ભરોસો મૂકે છે. આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત થશે, ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે કે આ ચાર માંથી મેદાન કોણ મારી જાય છે!







