કાલોલ ખાતે મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું.

તારીખ ૦૫/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૧૦૦ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૧૦૦ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર , નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને નગરપાલિકા પુર્વ ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.







