GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારોના પરિવહન પર પ્રતિબંધ અને હથિયાર જમા કરાવવા અંગેનો આદેશ, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા

તા.05/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપા લિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ માટે તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ જાહેર સુલેહ- શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જિલ્લામાં કડક આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે આ જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં પરવાનાવાળા શસ્ત્રોની હેરફેર કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે વિશેષરૂપે, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા દરેક પરવાનાધારકોએ પોત પોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા ‘આર્મ્સ રૂલ્સ-૨૦૧૬’ મુજબ માન્યતા પ્રાપ્ત આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે જો હથિયાર ડીલર પાસે જમા કરાવવામાં આવે તો તેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનને કરવાની રહેશે પરવાના ધારકોએ હથિયારના કારતૂસ કે દારૂગોળો જમા કરાવવાની જરૂર રહેશે નહીં ફરજ પર રોકાયેલા પોલીસ કે અન્ય કર્મચારીઓ/અધિકારીઓ કે જેઓને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી છે તેમને આમાંથી મુક્તિ અપાઈ છે આ ઉપરાંત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ (ચલણી નાણું) લાવવા-લઈ જવા માટે ફરજ પરના સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ્સ, જેઓ માન્ય પરવાનો ધરાવે છે તેઓ ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખી શકશે જોકે ફરજ દરમિયાન તેમણે પોતાનું ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય રહેશે નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્યો કે જેઓ વિવિધ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય અને જેમને સ્ક્રિનિંગ કમિટી દ્વારા શસ્ત્ર જમા કરાવવામાંથી મુક્તિ મળી હોય તેમને પણ આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ‘ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩’ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રતિબંધ તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી અમલી રહેશે.

Back to top button
error: Content is protected !!