ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના ભાઠીવાડા PHC ના રાજપુર સબસેન્ટર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

તા.૦૫.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના ભાઠીવાડા PHC ના રાજપુર સબસેન્ટર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના રાજપુર સબસેન્ટર ખાતે “ટીબી મુક્ત ભારત અભિયાન” અને 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા કુલ 163 શંકાસ્પદ દર્દીઓની ટીબી માટે તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે ઉપસ્થિત નાગરિકોના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી પ્રાથમિક આરોગ્ય તપાસણીઓ પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જેમ કે, મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફીમેલ હેલ્થ વર્કર (FHW), આશા ફેસિલિટેટર અને આશા બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.આ પ્રકારના આરોગ્ય કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીની વહેલી તકે ઓળખ અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે. “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે





