લીંબડીના ઉટડી પુલ પાસે પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં વાહન ચાલકો દંડાયા

તા.06/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે લીંબડી શહેરમાં પોલીસ તંત્ર સક્રિય બન્યું છે વધતા ટ્રાફિક નિયમ ભંગ અને બેદરકાર વાહન ચાલન સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી અંતર્ગત શહેરના ઉટડી પુલ પાસે ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે દંડની સાથે ભવિષ્યમાં આવા ગુનાઓ ન બને તે માટે કડક ચેતવણી પણ આપી હતી આ ઉપરાંત લીંબડીના ભલગામડા ગેટ, શાકમાર્કેટ, દેરાસર ચોક અને ઉટડી પુલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિ પર ઝડપી નિયંત્રણ મેળવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે લીંબડી પોલીસ ઈન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિતનો સમગ્ર સ્ટાફ ખુદ મેદાનમાં ઉતરીને આ કામગીરીનું સંચાલન કરી રહ્યો છે જેના પરિણામે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે પોલીસના આ સખત અભિયાનથી નિયમ તોડનારા વાહન ચાલકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે નિયમોનું પાલન કરતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.





