GUJARATKUTCHMANDAVI

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીનાં મતગણતરી મથક અને તેની ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૦૬ એપ્રિલ : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલી છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, આગામી આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ની મતગણતરી નિયત થયેલ અલગ અલગ કેન્દ્રો ખાતે કરવામાં આવશે. મતદાનના દિવસ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન મતકમાં કે મતદાન મથકની ૧૦૦ મી ત્રિજ્યામાં કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરસેલ સેટ વગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહી. કે વાયરલેસ ડીવાઇસિસ જેવા કે બ્લુ ટ્રૂથ, પેન કેમેરા, મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક સાધનો લઇ જઇ શકશે નહીં.

મતગણતરીના દિવસ ૨૮/૦૪/૨૦૨૬ના મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલ વિસ્તારની અંદર કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકશે નહી કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરસેલ ડીવાઇસીસ જેવા કે બ્લુટ્રુ થ, પેન કેમેરા, મોબાઇલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇ પણ ઇલેક્ટ્રોનીક સાધનો લઇ જઇ શકશે નહી.

આ જાહેરનામું ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓને લાગુ પડશે નહીં.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામા ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાના પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રના કર્મચારીઓને રહેશે.

Back to top button
error: Content is protected !!