GUJARATKUTCHNAKHATRANA

ગડા પાટીયા ખાતે મતદાન જાગૃતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૬ એપ્રિલ : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મહત્તમ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આજરોજ કચ્છના ભુજ તાલુકામાં ગડા પાટિયા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં અંદાજે ૬૦ જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ પીંછી અને રંગોના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવતા વિવિધ કલ્પના ચિત્રો દોર્યા હતા અને સમાજને ‘અચૂક મતદાન’ કરવાનો એક સકારાત્મક સંદેશ પૂરો પાડ્યો હતો.આ કાર્યક્રમમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરા પાડવા માટે SVEEP અને PWD નોડલ અધિકારીશ્રી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીશ્રીઓએ બાળકોની કલા અને તેમની સર્જનાત્મકતાને બિરદાવી હતી. આ સાથે જ તેમણે ઉપસ્થિત તમામ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની નૈતિક ફરજ અદા કરી અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!