BHUJGUJARATKUTCH

ભુજમાં “વોકલ ફોર લોકલ ઉત્સવ’માં 40થી વધુ બહેનોએ 1.90 લાખનું વેચાણ કર્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૭ એપ્રિલ : કચ્છની પરંપરાગત હસ્તકલા અને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આંત્રપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ભુજ આતે મહિલાઓ માટે ખાસ 2 દિવસીય “વોકલ ફોર લોકલ – વી ઉત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છની પરંપરાગત કલા અને હસ્તકલા સાથે જોડાયેલી મહિલા આર્ટિસનોને (કારીગરોને) તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે એક મજબૂત પ્લેટકોર્મ પૂરું પાડવાનો હતો.નોંધનીય છે કે, EDII સંસ્થા દ્વારા આપવામાં આવતી 26 દિવસીય સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ લીધા બાદ, ખૂબ જ ટૂંકાગાળામાં બહેનોએ પોતાનું સ્ટાર્ટ-અપ (વ્યવસાય) શરૂ કરી આ એક્ઝિબિશનમાં ઝુકાવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 20 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં 40 થી વધુ ઉદ્યોગસાહસિક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે દિવસના આ એક્ઝિબિશનમાં આર્ટિસનો દ્વારા આશરે રૂ. 1,90,000 જેવી માતબર રકમનું વેચાણ નોંધાયું હતું.આ એક્ઝિબિશન થકી મહિલા આર્ટિસનોને ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધવાનો સીયો લાભમળ્યો હતો. અહીં કચ્છની પ્રખ્યાત કળાઓ જેવી કે બાંધણી, હેન્ડ એમ્બ્રોઈડરી, લેધર બેગ્સ, કોપર બેલ, અજરખ, પોટરી વર્ક, મડવર્ક, રેસિન આર્ટ, કોશિયા, હેન્ડ પેઈન્ટેડ અને હેન્ડ બ્લોક પ્રિન્ટ (બાટિક) જેવી કળાઓના કસબીઓને વેચાણ માટેનું સીધું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.આ 2 દિવસીય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ડી.સી. હેન્ડીકાફ્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગોપેશકુમાર મૌર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “ખમીર’ અને ‘કસબ’ સંસ્થાના કો-ફાઉન્ડર પંકજભાઈ શાહ અને મીનાબેન રાસ્તે, કસબના CEO પુનિત સોની, ટાટા પાવરના નિરંજનાબેન રાસ્તે, આરોહણ પ્રોજેક્ટના મેનેજર આનંદ નંદાણીયા, HMI પ્રોજેક્ટના સચિન મહેશ્વરી, રંજના વાયેલા અને આશિષ ગબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ 2 દિવસીય એક્ઝિબિશનને સફળ બનાવવા માટે EDII MSDP ભુજ ટીમમાંથી દેવાંગભાઈ સોમપુરા, દિપક શેખા, હેતલબેન ખેર તેમજ મોબિલાઈઝર વિજય વણકર અને પ્રિયાંશુ ગોસાઈએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!