SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સેંકડો પક્ષી પ્રેમીઓને પાણીના કુંડા અને ચણનું વિતરણ કરાયું.

તા.07/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને તપતા ઉનાળામાં અબોલ પક્ષીઓની સેવા માટે સુરેન્દ્રનગરનું જાણીતું જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મેદાને આવ્યું છે સંસ્થા દ્વારા ‘જીવદયા ભાવના’ ને સાર્થક કરતા એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવાહર રોડ પર આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે આયોજિત આ કાર્યક્રમમાં પક્ષીઓ માટે પીવાના પાણીના માટીના કુંડા પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ચકલી ઘર, પક્ષીઓ માટે ચણ અને જાર તમામ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દર વર્ષે ઉનાળાની ઋતુમાં નિયમિતપણે જીવદયા અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે છે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખીને પક્ષીઓની તરસ છિપાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપની કારોબારી ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!