વઢવાણ પ્રાથમિક શાળાના સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓ સન્માન સમારોહ યોજાયો

તા.07/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં આવેલી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળાએ રાજ્ય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫- ૨૬માં લેવાયેલી ધોરણ-૮ની NMMS પરીક્ષામાં શાળાના ૨૬ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન પામ્યા છે અને કુલ ૫૧ વિદ્યાર્થીઓ પાસ થઈને ૧૦૦% પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત વર્ષ ૨૦૨૬માં યોજાયેલી કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ(CET)માં પણ શાળાના ૪૯ વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે અને કુલ ૬૨ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા અને શિક્ષકોની મહેનતને બિરદાવવા માટે ‘નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટ’ દ્વારા એક ભવ્ય ‘પ્રતિભા સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરના મદદનીશ પોલીસ અધિક્ષક (IPS) શ્રીમતી વેદિકા બિહાની ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે પ્રો. મદદનીશ પોલીસ અધિક્ષક કરણ પન્ના અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત ખાદી એસોસિએશનના પૂર્વ પ્રમુખ બાબુલાલ એમ. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ સી. એન. પરમાર, જે. કે. સોલંકી અને આર. એમ. મકવાણા સહિતના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરૂ પાડવાના આ ભગીરથ કાર્યને સ્થાનિક સમાજ અને વાલીઓ દ્વારા મુક્ત કંઠે બિરદાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોનું સન્માન કરી તેમને આગામી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે ગણપતિ ફાટસર શાળાની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી સરકારી શાળાના બાળકો પણ ઇતિહાસ રચી શકે છે.





