GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરની હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં પોલીસનું સંયુક્ત ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું.

સગીરોને રૂમ ભાડે આપતી બે હોટલ માલિકો સામે ગુન્હો દાખલ

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સગીરોને રૂમ ભાડે આપતી બે હોટલ માલિકો સામે ગુન્હો દાખલ, સુરેન્દ્રનગર શહેરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની વિવિધ ટીમના એસઓજી પીઆઇ બી.એચ.સિંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, આર જે ગોહિલ, ડિવિઝન અને બી- ડિવિઝનના પીએસઆઈ બી.કે. મારૂડા, આર.જી. ચુડાસમા, એમ. બી. ઝેબલીયા અને જે. એમ. પટેલ સહિત સમગ્ર ટીમ દ્વારા શહેરની અનેક હોટલો અને ગેસ્ટ હાઉસમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસ તપાસ દરમિયાન પાવર હાઉસ રોડ પર આવેલી હોટલ ધ પેલેસ અને એમ.પી. શાહ આર્ટસ કોલેજ સામે આવેલી હોટલ બ્લુ બર્ડમાં ગંભીર બેદરકારી સામે આવી હતી આ બંને હોટલોમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તેમના વાલીની મંજૂરી વગર રૂમ ભાડે આપવામાં આવતા હોવાનું ખુલ્યું હતું આ મામલે પોલીસે ક્રિપાલસિંહ ભવાનીસિંહ જાડેજા માલિક હોટલ ધ પેલેસ તથા દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા માલિક, હોટલ બ્લુ બર્ડ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચેકિંગ દરમિયાન પોલીસે અન્ય હોટલો જેવી કે સેટર્ન, શિવશક્તિ, હર્ષદ, આંગન, વૃંદાવન, સ્કાય ઈન અને ડાયમંડ સનરાઈઝ ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરી હતી તમામ સંચાલકોને કોઈપણ સગીરને વાલીની સંમતિ વગર રૂમ આપવો નહીં પથિક સોફ્ટવેરમાં દરેક ગ્રાહકની વિગતોની ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત કરવી સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું એક મહિના સુધી સાચવી રાખવુ, હોટલનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થવા દેવો નહીં સહિતની કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!