કાલોલ શહેર સહિત તાલુકા ભાજપ દ્વારા મૌન રેલી કાઢી કોંગ્રેસ પ્રમુખ ના નિવેદન નો વિરોધ નોંધાવ્યો.

તારીખ ૦૮/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા બદલ જન આક્રોશ રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મૌન રેલી કાલોલ નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કાલોલ નગરપાલિકા પાસે આવી હતી કાલોલ ભાજપા યુવા મોરચા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા અધ્યક્ષ મહિદિપસિંહ ગોહિલ,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,યુવા મોરચાના જયુભાઈ રાણા ,નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને એસસી મોરચાના ઉપાધ્યક્ષ કિરણભાઈ ,બક્ષીપંચ મોરચાના મંત્રી સંતોષભાઈ વાલા મહિલા મોરચાના પ્રમુખ શોભાબેન શાહ અને સમગ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો અને કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.








