KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સિનેમા સીટી ટોકીઝ નજીક AC કોમ્પ્રેસર ચોરીનો ભેદ ઉકેલાયો.પોલીસે આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ રિકવર કર્યો.

 

તારીખ ૦૯/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ સિનેમા સીટી ટોકીઝ નજીકના શોપિંગ સેન્ટરની ઓફિસોમાંથી ચોરાયેલા એ.સી.ના બે કોમ્પ્રેસરના ગુનાનો ભેદ કાલોલ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી સફળતા મેળવી પોલીસે એક આરોપીને ઝડપી લઈ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અપાઈ હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષક કાલોલ વિભાગના નવિન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. ભરવાડે સ્ટાફને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અને CCTV કેમેરાનો અસરકારક ઉપયોગ કરવા સૂચના આપી હતી દરમિયાન બાતમી મળી કે એક ઈસમ ત્રણ પૈડાંવાળી સાયકલ પર ACના કોમ્પ્રેસર વેચવા માટે કાંકરના મુવાડા GIDC વિસ્તારમાં ફરી રહ્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એ. પરમાર તથા સ્ટાફે તપાસ કરતા આરોપીને કોર્ડન કરી પૂછપરછ કરી. શરૂઆતમાં ગલ્લાંતલ્લાં કર્યા બાદ રોહિતકુમાર ઊર્ફે રાહુલકુમાર રાજુભાઈ દંતાણી એ કબૂલ્યું કે તેણે મિત્ર કરણ ઉર્ફે ભયલુ મુકેશભાઈ દતાણી સાથે મળી તા. ૦૧/૦૪/૨૦૨૬ના રોજ વહેલી સવારે સીટી ટોકીઝ પાછળના શોપિંગ સેન્ટરની ઓફિસમાંથી કોમ્પ્રેસર ચોરી બંધ કંપનીમાં સંતાડ્યા હતા જે અંગે ખાતરી તપાસ કરતા કાલોલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધાયેલ ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે અને ચોરાયેલ મુદ્દામાલ કબજે લેવાયો છે.

 

Back to top button
error: Content is protected !!