SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન પુરજોશમાં શરૂ

તા.09/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં રખડતા પશુનો ખુબ મોટો ત્રાસ છે તેમાં પણ આખલાઓ જ્યારે સામસામે આવી જાય છે ત્યારે અનેક લોકોના જીવનું જોખમ થઇ જાય છે તેના માટે મનપાએ શહેરમાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત 30 પશુને પકડીને કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે પશુને રાખવામાં આવ્યા હતા રખડતા પશુને પકડવા માટે અલગ જ ટીમની વ્યવસ્થા કરી છે આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2258 પશુને પકડવામાં આવ્યા હતા જે પૈકી 737 પશુને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે જ્યારે હાલના સમયે 604 પશુનો મનપા નિભાવ કરી રહ્યું છે કારણ કે પાંજરાપોળમાં પણ પશુની સંખ્યા વધી જવાને કારણે હવે પાંજરાપોળ પશુ સ્વીકારવાની ના પાડી રહી છે આવા સમયે જે વિસ્તારના લોકોની ફરિયાદ આવે છે તે વિસ્તારમાંથી મનપા પશુ પકડવાની કાર્યવાહી કરી રહ્યું છે મંગળવારના દિવસે મનપાની ટીમ દ્વારા શહેરના દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટના રોડ ઉપરથી 30થી વધુ પશુને પકડવામાં આવ્યા હતા પશુની ફરિયાદમાં ઘટાડો પણ કૂતરાની ફરિયાદ વધી ગઇ સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ છે દરરોજ 5થી 7 ફરિયાદ પશુની આવતી હતી જેમાં ઘટાડો થયો છે પરંતુ બીજી બાજુ રખડતા કૂતરાની ફરિયાદો વધી ગઇ છે આના માટે મનપાએ અમદાવાદની એજન્સીને સર્વે કરવાની કામગીરી સોંપી છે સર્વે બાદ કૂતરાને રસી અને ખસીકરણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!