SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મામલતદાર ઓફિસમાં આવેલ ATVTની કચેરીની કામગીરી સામે અરજદારોમાં રોષ ફેલાયો

મામલતદાર નવા આવ્યા હોવાના કારણે ઇ-સાઇન ન થતા 5 દિવસ દાખલા મેળવવા માટેનું વેઇટિંગ

તા.09/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

મામલતદાર નવા આવ્યા હોવાના કારણે ઇ-સાઇન ન થતા 5 દિવસ દાખલા મેળવવા માટેનું વેઇટિંગ, સુરેન્દ્રનગર મામલતદાર કચેરી ની કામગીરી સતત અરજદારોના માથાના દુખાવા સમાન બની ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે સુરેન્દ્રનગર મામલતદાર કચેરીની અંદર એટીવીટીની કચેરી આવેલી છે અને ત્યાં તંત્ર દ્વારા બે સિસ્ટમ ફાળવવામાં આવી છે પરંતુ બે સિસ્ટમ પૈકી માત્ર એક સિસ્ટમ ચાલુ છે અન્ય એક સિસ્ટમ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે બંધ રાખવામાં આવી છે સરકાર દ્વારા સિસ્ટમ ફાળવવામાં આવી પરંતુ સ્ટાફ ન હોવાના કારણે સિસ્ટમ બંધ હોય જેને લઈને ત્યાં આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવકના દાખલા જાતિના દાખલા ઈ ડબલ્યુએસ સાત 12ની નકલો સહિતની કામગીરી આ કચેરીમાં થાય છે અને કરવાની હોય છે ત્યારે આ તમામ પ્રકારના કામ અર્થે આવતા અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને હાલાકી ભોગવી પડી રહી છે શહેરી વિસ્તારમાં ત્રણ લાગતી વધુની જનતા વસવાટ કરે છે તેની વચ્ચે માત્ર એક સિસ્ટમ સક્રિય છે ત્યારે હાલના તબક્કામાં આરટીઇ ના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે જેમાં જાતિના દાખલા અને આવકના દાખલા કઢાવવા ખૂબ જરૂરી છે તો જ ફોર્મ ભરી શકાય છે પરંતુ સુરેન્દ્રનગરની મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી વિભાગમાં એક જ સિસ્ટમ સક્રિય છે ત્યારે વાલીઓ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહે ત્યારબાદ તેમનો વારો આવે અને જ્યારે દાખલો લેવા જાય ત્યારે તેમાં પણ પાંચ દિવસનું વેટિંગ છે મામલતદાર નવા આવ્યા છે તેમનું એ સાઇન નથી થઈ રહ્યું તેવા જવાબો આપે છે અને ત્યારબાદ પાંચ દિવસ પછી દાખલો લઈ જજો તે પ્રકારના જવાબો આપવામાં આવે છે જેને લઈને પણ રોષ ભભૂકી ઊઠવા પામ્યો છે એક તરફ આર.ટી.ઇમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે ત્યારે બીજી તરફ ચૂંટણી લડવા માટે પણ આવકનો દાખલો અને જાતિના દાખલાની જરૂર પડે છે ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ આવક અને જાતિના દાખલા અને અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ કઢાવવા માટે એટીવીટીની કચેરીએ આવે છે ત્યારે તેમને પણ કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને તેમાં પણ ઇ સાઈનના પ્રશ્નો હોવાના કારણે તેમને દાખલાઓ નથી મળી રહ્યા ત્યારે તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થાય છે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આરટીઇના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તે સમયે જ તંત્રના ધાંધિયા સામે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે જિલ્લા કલેકટર અને સ્થાનિક તંત્ર આ બાબતે ધ્યાન આપી અને બંને સિસ્ટમ શરૂ કરાવે અને વ્યવસ્થિત રીતે આવકના જાતિના અને વિવિધ પ્રકારના દાખલાઓ અરજદારોને સહેલાઈથી મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!