KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઘૂસર રોકલી તળાવમાં સુજલામ સુફલામ અંતર્ગત ગામ બહાર માટી વેચવાનું કૌભાંડ અંગે ગ્રામજનોએ કર્યાં આક્ષેપ.!!

 

તારીખ ૧૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઘૂસર રોકલી તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન નામે ગામ બહાર માટી નું વેચાણ ગામના રોડ રસ્તા ઉબડ ખાબડ વેજલપુર ગોધરા બાયપાસ સહિત ની પ્રાઈવેટ મિલકતો માં આઠ થી દસ ફૂટ ઊંડા ખાડા માં માટી નાખી લેવલ કરાયું હોવાનું ગ્રામજનો એ કર્યા આક્ષેપ.

કાલોલ તાલુકાના ઘૂસર ગામનું તળાવ માં સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી ૨.૦ અંતર્ગત કાર્યપાલક ઇજનેર પાનમ સિંચાઇ વિભાગ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય, ગાંધીનગરના પત્ર દ્વારા ઘૂસર ગામનું રોકલી તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી ૨.૦ અંતર્ગત તળાવ માંથી માટી ખોધકામ કરી ઘૂસર ગામના રોડ રસ્તા તેમજ ગામના ખેડૂતો માટે માટી વાપરવા શરતો આધિન ઇમરાન સિદ્દીક પટેલ રેહવાસી એસ ટી ડેપો વેજલપુર રોડ ગોધરા ના વ્યક્તિ નો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો જેમાં તળાવ માંથી માટી નું ખોધકામ કરી પ્રગતિ હેઠળ ના કામો ગામના જાહેર રોડ રસ્તા તેમજ ગામના ખેડૂતો જમીન માટે શરતો સાથે ફાળવણી કરવામાં આવી હતી જળસંચયની કામગીરી એનાયત કરવા વર્ક ઓર્ડર શરતો ને આધીન વર્ક ઓર્ડર મંજુરી આપતા ઇટાચી મશીન અને ડમ્પરો દ્વારા માટી ખોધકામ કરી નીતિ નિયમો નેવે મૂકી વેજલપુર ગીધરા બાયપાસ સુધી હજારો ટન માટી નું ખનન કરી વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ગામના લોકો પોતાના ખેતરો માં ધોવાણ થતું હોવાથી તળાવમાં માટી લેવાં પોતાના ટ્રેક્ટરો લઈ માટી લેવા જતા કોન્ટ્રાક્ટર દ્વારા એક ટ્રેક્ટર દીઠ ૨૦૦ રૂપિયા લેવામાં આવતા ગામજનો ભારે નારાજગી જોવાં મળી હતી જેથી ગામના જાગૃત નાગરિકો દ્વારા મદદનીશ કાર્યપાલક ઈજનેર ગામના સરપંચ તલાટી ને માટી વેચાણ અંગેની રજુઆત કરી હતી પરંતુ ગમજનો ની કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવી નહતી જેથી ગામજનો દ્વારા મીડિયા કર્મી નો સંપર્ક કર્યો હતો અને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામના તળાવ માંથી માટી ખોધકામ કરી લાખો રૂપિયાની કમાણી કરતા કોન્ટ્રાટર મદદનીશ સહિત ના લોકોનો ભ્રષ્ટાચાર ને ખુલ્લો બહાર પાડ્યો છે.જેથી ઘૂસર ગામના તળાવ માંથી ગેરકાયદેસર નિયમ વિરૂધ્ધ માટી ખનન કરી ને વેજલપુર હાઈવે રોડ ઉપર આવેલ ખેડાફળિયા પાસે મેન હાઈવે ની બાજુમાં ૧૦ ફૂટ જેટલા ઊંડા ખાડા વાળા ખેતરોમાં માટી લેવલિંગ કરેલ છે તેમજ ગોધરા બાયપાસ પાસે માટી લેવલિંગ કરેલ છે તેમાં ખાણ ખનીજ વિભાગ ના તેમજ ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી ગામજનો ની માંગ છે.

Back to top button
error: Content is protected !!