GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

છેલ્લા ૧૩ વર્ષથી વેજલપુર પોલીસ સ્ટેશના વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ.

 

તારીખ ૧૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ‘મેગા ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન હેઠળ, પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી.પેરોલ ફ્લો સ્ક્વોડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૩ના વિશ્વાસઘાતના ગુનામાં (IPC કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ મુજબ) સંડોવાયેલ અને છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી તેના વતનમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી જેસાભાઈ ઉર્ફે જયેશભાઈ રાધાભાઈ રબારી રે.ભાદરોઈ મઢાણી ફળિયું, તા. અંજાર, જી. કચ્છ ને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડી વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!