GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી.

 

તારીખ ૧૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ, રાજકીય માહોલ સાથે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યાં કોંગ્રેસ ઉમેદવારો પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે ફોર્મ ભરવા માટે કાલોલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જિલ્લા પંચાયતની પાંચ બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો પર આગામી સમયમાં જંગ જામશે જેને લઈ આજરોજ વેજલપુર જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાદવ દ્વારા સમર્થકો અને કોંગ્રેસ કાર્યકરો હોદેદારો સાથે ફટાકડા ફોડી પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે ત્યારે ઉમેદવારો અને સમર્થકોની ભીડને પગલે કાલોલ તાલુકા રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો અને ઉત્તેજના જોવા મળી રહી છે વેજલપુર જીલ્લા પંચાયતની બેઠકો પર ઉમેદવારી નોંધાવવા પહોંચેલા ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાદવ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી શક્તિ પ્રદર્શન કર્યું ચૂંટણી પ્રક્રિયાના આરંભ સાથે જ તાલુકા રાજકારણમાં હવે સીધી ટક્કરના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!