BHACHAUGUJARATKUTCH

આધોઇ ગામે પોષણ વાનગી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૦ એપ્રિલ : આધોઇ સેજાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અંદાજીત 125થી વધુ લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા.પોષણ વાનગી સ્પર્ધા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા માતા,ધાત્રી માતા,કિશોરીઓ તથા સાત માસથી ૩ વર્ષના બાલકોને ટેક હોમ રાશન આપવામાં આવે છે.આ ટી.એચ.આર. તથા મીલેટ(શ્રીઅન્ન) માંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ,

કાર્યક્રમને દિપ પાગટ્ય કરીને શરુ કરવામા આવેલ હતો, કાર્યક્રમનો ઉદ્દેશ્ય આઈસીડીએસ વિભાગ દ્વારા પૂરક પોષણ યોજના અંતર્ગત ટી.એચ.આર. માંથી બનતી વિવિધ વાનગીઓ તથા પોષક તત્વો અને ટી.એચ.આર. ના ઉપયોગ અને પ્રોત્સાહન મળે તેમજ વસરતા જતા ધાન્યો શ્રીઅન્ન વિષે તેમજ સરગવાના ગુણો વિષે જાગ્રુતતા ફેલાય તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલ હતું.આંગણવાડી કેન્દ્રના બહેનો દ્વારા બાલશક્તિ,માતૃશક્તિ,પુર્ણાશક્તિ તથા મીલેટસ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની ૧૦૦થી વધુ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજુ કરવામાં આવી,જેમાં 1થી 3 નંબર ટી.એચ.આર. માંથી બનેલ અને 1 થી 3 નંબર મીલેટસમાંથી વાનગી માટે આપવામાં આવેલ.સાથોસાથ કન્યા શાળા ની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત આયોજનનું મુખ્ય આકર્ષણ હતું.કાર્યક્રમમાં આધોઇ કન્યા શાળાના આચાર્યશ્રી,તેમજ શિક્ષકગણ,સેજાના સુપરવાઈઝરશ્રી,તેમજ આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ અને સેવા સેતુ સંસ્થાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.આધોઈ સેજાના સુપરવાઇઝર દ્વારા મિલેટસ અને સરગવાના ઉપયોગ અને ફાયદાઓ વિશે જાગૃતતા કેળવા તેમજ ટી.એચ.આર. તેમજ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહીતી આપવામાં આવી હતી તેમજ આર કે એસ કે પ્રોગ્રામના કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેનકુમાર પાતર દ્વારા પોષણ આરોગ્ય સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી તેમજ એચપીવી વેક્સિન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સી.એમ.ટી.સી. ના ન્યુટ્રિશન રક્ષાબેન દ્વારા સીએમટીસી સેન્ટર દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, તેમજ સેવા સેતુ સંસ્થાના ખીમજીભાઇ દ્વારા સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ શિક્ષણ અને પોષણના મહત્વ વિશે માહિતી આપી હતીઅને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્યા શાળાના શિક્ષિકા મિતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની પુર્ણાહુતિ કરતા મહેમાનો દ્વારા વિજેતા તેમજ સ્વાગત ગીત રજુ કરેલ દીકરીઓને પ્રોત્યાહિક ઇનામ આપવામા આવ્યા અને આભાર વિધિ સુપરવાઇઝર પુરી બા દ્રારા કરવામા આવ્યુ.

Back to top button
error: Content is protected !!