ટીંબાગામ પ્રાથમિક શાળામાં ધોરણ-8 નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૧૨/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ -8 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
આજે આ મંચ પર ઉભા રહીને ધોરણ-8ના મારા પ્રિય વિદ્યાર્થીઓને વિદાય શબ્દો કહેતાં હૃદય ભાવુક બની જાય છે. એવું લાગે છે કે જાણે કાલની જ વાત હોય, જ્યારે તમે સૌ નાનકડા બાળક તરીકે શાળામાં આવ્યા હતા. આજે તમે જ્ઞાન, સંસ્કાર અને આત્મવિશ્વાસથી ભરપૂર થઈને જીવનના નવા માર્ગે આગળ વધી રહ્યા છો.
એક શાળાના આચાર્ય તરીકે મારી સૌથી મોટી ખુશી એ છે કે તમે જીવનમાં સારા માણસ બનો, માતા-પિતાનો માન રાખો, શિક્ષકોના સંસ્કારોને જીવનમાં ઉતારો અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનો.
કાર્યક્રમ ની શરૂઆત બાળકોના સ્વાગતથી કરવામાં આવી તમામ વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલક અને ગુલાબ આપી સ્વાગત કર્યા બાદ પ્રાર્થના થી પ્રભુને યાદ કર્યા ધોરણ-8 અને શાળાના બીજા વિદ્યાર્થીઓ દ્રારા પોતાના પ્રતિભાવ ખુબજ સુંદર શૈલી માં રજૂ કર્યા વર્ગશિક્ષક રઘુભાઇ ભરવાડ દ્રારા દરેક વિદ્યાર્થીના નામ સાથે એક સુંદર કાવ્ય રચના રજૂ કરવામાં આવી. વિદાય લેતા બાળકોએ શાળાને દીપ જ્યોતિ ભેટ આપી ત્યારે શાળાએ તમામ બાળકોને શુભેચ્છા પત્ર અને પેન દ્રારા સન્માનિત કરવામાં આવ્યા. તમામ શિક્ષક મિત્રોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી અંતે વિદ્યાર્થીઓને નાસ્તા અને આઈસ્ક્રીમ કોન ની મોજ માણી સૌ છુટા પડ્યા.








