GUJARAT

વેજલપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ડીવાયએસપી નવીન આહીર ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો.

તારીખ ૧૩/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે કાલોલના ડી.વાય.એસ.પી.(DYSP) નવીન આહીર તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આઈ.ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં એક ભવ્ય લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને સુરક્ષાની સમીક્ષા આ લોકદરબારનો મુખ્ય હેતુ સાથે ચૂંટણી દરમિયાન ગામમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટેનો હતો. કાર્યક્રમ દરમિયાન DYSP એ ઉપસ્થિત ગ્રામજનો અને ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, “લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિક નિર્ભય થઈને મતદાન કરે તે પોલીસની પ્રાથમિકતા છે. સાથે સાથે આચારસંહિતાનું પાલન ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.અફવાઓથી સાવધાન સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ ડહોળનારા તત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી.અને વધુમાં સાયબર ક્રાઈમ અને ટ્રાફિક જાગૃતિ લોકદરબારમાં DySP નવીન આહીરે ગ્રામજનોને આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ફ્રોડથી બચવા માટેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ અજાણી વ્યક્તિ સાથે OTP શેર ન કરવો અને લાલચુ લિંક્સથી દૂર રહેવું. જો કોઈ સાયબર ગુનાનો ભોગ બને તો તુરંત 1930 નંબર પર જાણ કરવા અપીલ કરી હતી. સાથે જ PI એ.આઈ.ભરવાડે ગામના મુખ્ય માર્ગો પર થતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો નિવારવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ગ્રામજનોને સમજણ આપી હતી. હેલ્મેટ પહેરવા, લાયસન્સ સાથે રાખવા અને બિનજરૂરી પાર્કિંગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપી હતી સાથે જ, PI એ.આઈ. ભરવાડ દ્વારા સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે સજ્જ છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અનેક વિસ્તારોમાં પોલીસનું ખાસ પેટ્રોલિંગ રાખવામાં આવશે.આ પ્રસંગે ગામના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના આ સીધા સંવાદને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

 

Back to top button
error: Content is protected !!