
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૧૩ એપ્રિલ : સહકાર સેવા મંડળ ધ્વારા દાતાઓના સહયોગ થી હાજીપીર પગપાળા જતા યાત્રાળુઓને મોબાઈલ વાન માં ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવેલ.આ વિતરણ કાર્યક્રમમાં આમદભાઈ જત, હેમેન્દ્રભાઈ જણસારી, ઈકબાલભાઈ જત, રાજેશભાઈ દાફડા, મુસ્તાકભાઈ હાલા, અનીસભાઈ જુણેજા, યુનુસભાઈ ખત્રી, ગુલામભાઈ શેખ, સમીરભાઈ હાજર રહેલ હતા.આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માલશી માતંગ એ સંભાળેલ હતી. તેમજ સંચાલન ઝહીર સમેજાએ કરેલ.




